MORBI:મોરબીનો મચ્છુ-૩ ડેમ ૯૦% ભરાયો: તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર, કાંઠાના ૧૯ ગામોને સાવચેત કરાયા

MORBI:મોરબીનો મચ્છુ-૩ ડેમ ૯૦% ભરાયો: તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર, કાંઠાના ૧૯ ગામોને સાવચેત કરાયા
મોરબી જિલ્લામાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ-૩ જળાશયમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. ડેમ તેની ક્ષમતાના ૯૦% સુધી ભરાઈ જતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ડેમનું ફુલ રિઝર્વોયર લેવલ (F.R.L.) ૨૮.૭ મીટર છે, જેની સામે હાલ જળસપાટી ૨૬.૫૩ મીટરે પહોંચી ગઈ છે. હાલ ડેમમાં ૬૬૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે આઉટફ્લો ૧૦ ક્યુસેક છે.
ડેમની જળસપાટી પૂર્ણ સ્તરે પહોંચતા અથવા રૂલ લેવલ જાળવી રાખવા માટે ગમે ત્યારે નદીમાં વધારાનું પાણી છોડવામાં આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મચ્છુ નદીના પટમાં તેમજ કાંઠાના વિસ્તારોમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર તરફથી સખત અપીલ કરવામાં આવી છે.
ફ્લડ મેમોરેન્ડમ ૨૦૨૬ મુજબ નદીકાંઠાના નીચે મુજબના ૧૯ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે: મોરબી તાલુકાના ગામો (૧૦):૧. ગોર ખીજડીયા, ૨. વનાળીયા, ૩. સાદુળકા, ૪. માનસર, ૫. રવાપર (નદી), ૬. અમરનગર, ૭. ગુણગણ, ૮. નાગડાવાસ, ૯. બહાદુરગઢ, ૧૦. સોખડા.
માળિયા (મી.) તાલુકાના ગામો (૯):૧. ડેરાળા, ૨. મહેન્દ્રગઢ, ૩. મેઘપર, ૪. નવાગામ, ૫. રસાંગપર, ૬. વીરવિડરકા, ૭. ફતેપર, ૮. માળિયા (મી.), ૯. હરિપર.
ડેમની વર્તમાન સ્થિતિ (એક નજરે)
F.R.L. (મહત્તમ સપાટી)૨૮.૭ મીટર
હાલની જળસપાટી૨૬.૫૩ મીટર
કુલ જળજથ્થો૩૪.૮૯૨ મિલિયન ઘનમીટર
ઇનફ્લો (પાણીની આવક)૬૬૨ ક્યુસેક
આઉટફ્લો (પાણીની જાવક)૧૦ ક્યુસેક
સુરક્ષા કંટ્રોલ રૂમ સૂચના: પૂર નિયંત્રણ કક્ષ (ગાંધીનગર), આકાશવાણી અને મોરબી કલેક્ટર કચેરીને આ પરિસ્થિતિ અંગે માહિતગાર કરી જરૂરી તમામ સુરક્ષા પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે.








