MALIYA (Miyana):માળીયા(મી) ટાઉન વિસ્તારમાં વીજ ચેકીંગ કર્મચારીને બે શખ્સોએ માર માર્યો
માળીયા(મી): ટાઉન વિસ્તારમાં વીજ ચેકીંગ કર્મચારીને બે શખ્સોએ માર માર્યો
મોરબી રવાપર રોડ એવન્યુ પાર્કમાં રહેતા વીજ કર્મચારી અલકેશભાઈ સવસીભાઈ ડામોર ઉવ.૪૦ એ આરોપી નવાબભાઇ ઈશુબભાઇ જેડા રહે -જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા(મી) તથા ફૈજાનભાઈ મુરાદભાઈ જામ રહે-માળીયા(મી) ઇસુફભાઇના ઘરે એમ બંને વિરુદ્ધ માળીયા(મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે વીજ ચોરી તથા ગેરકાયદેસર વીજ જોડાણને લઈ સઘન ચેકીંગ માટે ઉપરી અધિકારીઓની સુચના થતા અલકેશભાઈ સહિતની વીજ કર્મચારીની ટીમ ગઈકાલ તા.૧૮/૧૦ના રોજ માળીયા(મી) ટાઉન વિસ્તારમાં વીજચોરી અંતર્ગત વીજ ચેકીંગ કરતી હોય ત્યારે ચેકીંગ દરમિયાન માળીયા(મી)ના જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રેલ્વે ફાટકથી ઢાળીયો ઉતરીને આવેલ જનરલ સ્ટોરમાં જનરલ સ્ટોર પાસે આવતા દુકાનમા હાજર બે ઈસમો આરોપી નવાબભાઇ ઈશુબભાઇ જેડા તથા આરોપી ફૈજાનભાઈ મુરાદભાઈ હોય ત્યારે અલકેશભાઈ દ્વારા દુકાનમા વિજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પુછતા આરોપી નવાબભાઈ એકદમ ઉશ્કેરાઇ જઈ અલકેશભાઈને પ્લાસ્ટીકના પાઈપ વડે ખંભાના ભાગે તેમજ હાથમા કાંડાના ભાગે ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી ફૈજાનભાઈએ ફરીયાદી તથા તેમની સાથેનાઓને ગાળો આપી બન્ને ઈસમોએ અલકેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સને રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.