MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયાના વવાણિયા ગામે માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

MALIYA (Miyana):માળિયાના વવાણિયા ગામે માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

 

 

અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળક ના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રો માં ૧૬ સંસ્કાર ની વાત કરવામાં આવી છે તેમનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર માન જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિ સાહેબ શ્રી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ સી ભટ્ટ સાહેબના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે

આજ રોજ તારીખ ૩-૪-૨૦૨૫ ના રોજ માળિયા ઘટક ના વવાણીયા ગામે માતૃ શ્રી રામબાઇ માં મંદિર વવાણીયા જગ્યા માં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું આયોજન માતુશ્રી રામબાઈ માં સાનિધ્ય માં મોરબી જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે એસ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને અને માતુશ્રી રામબાઈમાં જગ્યા ના સંત શ્રી પ્રભુદાસ મંદિર ના પ્રમુખ શ્રી જશુભાઈ રાઠોડ ઉપપ્રમુખ જેસંગ ભાઈ હુંબલ ટ્રસ્ટી શ્રી જેઠા ભાઈ મિયાત્રા ખજાનચી મેણદ ભાઈ ડાંગર તથા ટ્રસ્ટી ગણો તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મયુરીબેન એચ. ઉપાધ્યાય, RCHO શ્રી સંજય શાહ, માળિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૌમિક ચૌધરી, બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઉષાબેન ભીમાણી, મેડીકલ ઓફીસર તથા માળિયા આઈ.સી.ડી.એસ. શાખાના સ્ટાફ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે

આ કાર્યક્રમમાં માળિયા ઘટકના સર્વ ધર્મોના ૩૦ સગર્ભા માતાએ સંસ્કારી બાળકો માટે ગર્ભસંસ્કારની વિધિ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા કરાવવામાં આવેલ, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરાવવામાં આવેલ.આ કાર્યક્રમ માં સગર્ભા મહિલા ના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત માળિયા ઘટક ની આશરે ૨૦૦ સગર્ભા મહિલા લાભાર્થી ને અઠવાડિયા માં એક વાર તેમ ૩ મહિના સુધી સુખડી આપવાની હોય તે હેતું થી આજે અન્નપૂર્ણા દેવી માતુશ્રી રામબાઈ માં મંદિર વવાણીયા ટ્રસ્ટ દ્રારા મંદિર ની જ ગૌ શાળા ના શુદ્ધ ગાય ના ઘી માંથી તૈયાર કરી સુખડી સગર્ભા મહિલા ઓ ને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે.તદ ઉપરાંત માતુશ્રી રામબાઈમાં મંદિર વવાણીયા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તેમાં મેડિકલ કેમ્પ તથા મેડિકલ સાધનો વિના મૂલ્ય વિતરણ તેમજ બારે માસ અન્નશ્રેત્ર ચાલુ રાખી તેમજ ગૌ શાળા અને પક્ષી માટે અનેક પ્રવૃતિ અને સેવા કાર્ય કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!