MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળિયા-મોરબી હાઇવે પરથી ₹34 લાખનો પ્રોહિબિશન મુદામાલ ઝબ્બે: બોર્ડર રેન્જ ભુજ ટીમની મોટી કામગીરી

 

MALIYA (Miyana:માળિયા-મોરબી હાઇવે પરથી ₹34 લાખનો પ્રોહિબિશન મુદામાલ ઝબ્બે: બોર્ડર રેન્જ ભુજ ટીમની મોટી કામગીરી

 

 

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સુચનાથી મોરબી અને માળિયા વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સરહદી રેન્જ ભુજની ટીમે માળિયા-મોરબી નેશનલ હાઇવે પર ભીમસર ચોકડી પુલ નીચેથી બાતમીના આધારે દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે.

પી.એસ.આઇ એમ.એચ. જાડેજા તથા પી.એસ.આઇ ડી.સી. ઠાકોરની આગેવાની હેઠળની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, બનાસકાંઠાના ધાનેરા ચેકપોસ્ટથી ડીસા, રાધનપુર, હારીજ, બેચરાજી, ધાંગધ્રા થઈને એક ટાટા કંપનીનું ટ્રક (રજિ. નં. GJ-18-BT-3262) વિદેશી દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જઈ રહ્યું છે.

બાતમીના આધારે સરહદી રેન્જ ભુજ ટીમ તથા સ્થાનિક પોલીસે વોચ ગોઠવી રસ્તો બ્લોક કરીને ટ્રકને રોકીને તપાસ કરી હતી. ટ્રકમાં તાલપત્રીની આડમાં છુપાવેલી દારૂ અને બીયરની કુલ ૧૬,૯૨૦ બોટલો મળી આવી હતી.જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ ઇંગ્લિશ દારૂ/બીયર (૧૬,૯૨૦ નંગ): કિંમત ₹૨૪,૦૩,૦૦૦/- ટાટા ટ્રક તથા મોબાઇલ ફોન: કિંમત ₹૧૦,૦૫,૦૦૦/- કુલ મુદ્દામાલ: કિંમત ₹૩૪,૦૮,૦૦૦/- ઝડપાયેલ આરોપી પોલીસે ટ્રકચાલક ખેતારામ ઠાકુરામ માજીરાણા (ઉં.વ. ૪૦, રહે. લાલજી કી ડુંગરી, તા. સીતલવાણા, જી. જાલોર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ અંગે માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી પી.એસ.આઇ એમ.એચ. જાડેજા, પી.એસ.આઇ ડી.સી. ઠાકોર, ASI રસિકભાઈ પટેલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા, HC દિગ્વિજયસિંહ જાડેજા અને PC જયપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!