GUJARATKUTCHRAPAR

રાપર તાલુકામાં ICDS વિભાગ દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર ,તા-૧૮ ઓક્ટોબર : રાપર તાલુકામાં દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દીઠ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જે બાળક કુપોષિતમાંથી સુપોષિત થયેલું છે તે વાલીને સન્માનિત કરવા સાથે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ આપવામાં આવી હતી. દાતાશ્રી તરફથી કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને THR માંથી બનેલી વાનગી નિર્દેશન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા લાભાર્થીને બાળ શક્તિ કાર્ડ, પોષણ સંગમ કાર્ડ વિશે જરૂરી સમજ આપવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!