ANANDANAND CITY / TALUKO

આણંદમાં ફેમસ દાળવડાની દુકાન ખાતે ઘરેલું ગેસના બોટલનો ઉપયોગ કરતા બિનપરવાનેદારને રૂ. ૧૨૬૨૨/- નો દંડ કરાયો

આણંદમાં ફેમસ દાળવડાની દુકાન ખાતે ઘરેલું ગેસના બોટલનો ઉપયોગ કરતા બિનપરવાનેદારને રૂ. ૧૨૬૨૨/- નો દંડ કરાયો

તાહિર મેમણ – 19/07/2024-આણંદ – આણંદ ખાતે આવેલ ફેમસ દાળવડાના દુકાનદાર ઘરેલું ગેસ બોટલના વપરાશ કરવા બદલ ૧૨,૬૨૨ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

આ બિનપરવાનેદારની તપાસણી મામલતદાર – શહેર ઘ્વારા કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર ૨ નંગ ઘરેલું ગેસના બોટલ ભરેલા મળી આવ્યા હતા તેમજ ૩ નંગ ખાલી બોટલ મળી આવ્યા હતા.

આ ગેસ બોટલ મામલતદાર ઘ્વારા સીઝ કરવામાં આવ્યા હતા, અને તેનો રીપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને સુપ્રત કરવામાં આવતા ફેમસ દાળવડાના સંચાલક વકકાસભાઇ યાસિનભાઇ વહોરાની રૂબરૂ સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં તેઓએ કોમર્સિયલ બોટલ ખાલી થઇ જવાથી તેઓએ ઘરેલું વપરાશનો બોટલનો ઉપયોગ ઘંઘાના સ્થળે કરેલ હતો.

જેથી તેઓ ઘ્વારા એલ.પી.જી. ગેસ સિલિન્ડરનો ઉપયોગ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને કાયદાનું ઉલંઘ્ઘન કર્યો હોવાનુ ફલિત થતાં જિલ્લા પુરવઠા અઘિકારીશ્રી ઘ્વારા ૧૨,૬૨૨/- નો દંડ કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં કોઇપણ બિનપરવાનેદાર ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસ બોટલનો ઉપયોગ ન કરે તે બાબત સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે, અને જો કોઇ ગેરકાયદેસર રીતે ગેસ બોટલનો ઉપયોગ કરતા માલુમ પડશે તો તેઓની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શિવાંગી શાહ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!