MORBI:મોરબી મહાનગરપાલિકાને માળખાકીયા સુવિધા તથા નવો રીંગ રોડ ફાળવવા બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
MORBI:મોરબી મહાનગરપાલિકાને માળખાકીયા સુવિધા તથા નવો રીંગ રોડ ફાળવવા બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
મોરબી : 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મોરબી મહાનગરપાલિકાને માળખાકીયા સુવિધા તથા નવો રીંગ રોડ ફાળવવા બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
બજેટમાં મોરબી સહિત તમામ નવ નવનિર્મિત મહાનગરપાલિકાને મહેકમ તથા માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે 2300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાની માળખાકીય સુવિધા તથા મહેકમ માટે 255 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. જેનાથી આવનારા દિવસોમાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી મોરબી મનપા વિસ્તારનો વિકાસ વેગવંતો થશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકાને પણ એક રીંગ રોડની સુવિધા ઉપલબ્ધ થશે. આમ મોરબી મહાનગરપાલિકાને માળખાકીય સુવિધા અને નવો રીંગ રોડ ફાળવવા બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો છે.