GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, મ્યુ. કમિશ્નર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતમાં મન શાળા પ્રવેશોત્સવ સંપન્ન

MORBI:મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, મ્યુ. કમિશ્નર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતમાં મન શાળા પ્રવેશશોત્સવ સંપન્ન

 

 

૯૦ બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાયો

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા એકસો પાંચ વિદ્યાર્થીનીઓ માટે ચાલતા વાહનોને લીલી ઝંડી અપાઈ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો,બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ. વર્ષ ૨૦૦૨- ૦૩થી શરૂ થયેલ આ પરંપરાનો આ ચાલુ વર્ષે મોરબી નજીકની માધાપરવાડી શાળા કુમાર અને કન્યા શાળામાં પ્રવોશોત્સવ યોજાયો હતો. જેમાં નેવું બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો હતો.

 

બાળકોને ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબહેન પટેલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો.ત્રણ કિલોમીટર દૂરથી આવતી ૧૦૫ વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલતી હોય ટ્રાન્સપોર્ટ વાહનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવાયું હતું.આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ધો.3 થી 8 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ દરમ્યાન શાળામાં સો ટકા હાજર રહેનાર,જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતી, આ પ્રસંગે ખુબજ આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કરનાર હેન્સી દિલીપભાઈ પરમાર મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું.આ પ્રસંગને દિપાવવા સ્વપ્નિલ ખરે મ્યુનિસિપલ કમિશ્નર મોરબી મહા નગરપાલિકા,કાંતિભાઈ અમૃતિય ધારાસભ્ય મોરબી -માળીયા પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી જે.જે.રાચ્છ કાર્યપાલક એન્જીનીયર વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા તુષારભાઈ બોપલીયા બંને આચાર્યો તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!