MORBI:મોરબી કારખાનામાં પ્લાસ્ટિકની પટ્ટી ભંગારમાં વેંચી દેનાર યુવકને જાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ માર માર્યો.
MORBI:મોરબી કારખાનામાં પ્લાસ્ટિકની પટ્ટી ભંગારમાં વેંચી દેનાર યુવકને જાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ માર માર્યો.
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભડીયાદ કાંટા પાસે જંગલેશ્વર સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ ડાયાભાઇ ભોયા ઉવ-૩૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી એસ્ટીલા સીરામીક કારખાનાના માસ્તર પંકજભાઇ પટેલ, સંજયભાઇ રમેશભાઇ જાદવ રહે.મોરબી, અનિલભાઇ પરસોતમભાઇ પરમાર રહે.મોરબી તથા એક અજાણ્યો માણસ સહીત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદી પ્રવીણભાઈ તા.૩૧/૦૫ ના રોજ સાંજના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટીલા સિરામીક કારખાનામાંથી પ્લાસ્ટીકની પટ્ટી પેલેટ બાંધવામાં વધેલ હોય જે પ્રવિણભાઈએ ભંગારમાં વેંચી દીધેલ હોય જેથી આરોપી એસ્ટીલા સીરામીકના માસ્ટર પંકજભાઈ પટેલે પ્રવિણભાઈને તેની ઓફીસમાં બોલાવી બે-ત્રણ થપાટ મારેલ તેમજ આરોપી અજાણ્યા માણસે પ્રવિણભાઈને ભંગારના ડેલે લઇ જઇ ત્યાં પ્લાસ્ટીકના પાઇપ વતી વાંસામાં તથા શરીરે માર મારી તેમજ પીપળી ગામ પાસે પવનસુત સેડમાં અજાણ્યા માણસે તથા આરોપી સંજયભાઈ તથા આરોપી અનિલભાઈએ પ્રવિણભાઈને પાઇપ વડે શરીરે જેમફાવે તેમ માર મારી મુંઢ ઇજા કરી જાહેરમાં જાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. ત્યારે સમગ્ર બનાવ બાબતે પ્રવીણભાઈ દ્વારા ઉપરોક્ત ચારેય આરોપી સામે નોંધાવેલ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.