MORBI:મોરબીમાં તસ્કારો બેફામ: જાંબુડિયામાં માર્બલના કારખાનાની દીવાલ ટપી રૂ. 40 હજારના કેબલની ચોરી

MORBI:મોરબીમાં તસ્કારો બેફામ: જાંબુડિયામાં માર્બલના કારખાનાની દીવાલ ટપી રૂ. 40 હજારના કેબલની ચોરી
રાત્રિના અંધકારનો લાભ લઈ બે અજાણ્યા શખ્સો કારખાનાની દીવાલ ટપી અંદર ઘૂસ્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો; મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ એક માર્બલ કટીંગના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો ચાલુ ઇલેક્ટ્રિક લાઇનનો કિંમતી કેબલ વાયર કાપીને ફરાર થઈ ગયા છે, જે અંગે કારખાનાના માલિકે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના એસ.પી. રોડ પર આવેલા ‘ફ્લોરા-૫૭’ માં રહેતા અંકુરભાઈ ડાયાભાઈ કગથરા જાંબુડિયા ગામની સીમમાં ભાગીદારીમાં ‘રોલેક્સ સ્પે ડાયલ’ નામની પેઢી હેઠળ માર્બલ કટીંગનું કારખાનું ધરાવે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે:મોડી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને ચોરીને અંજામ અપાયો હતો.: બે અજાણ્યા તસ્કરો કારખાનાની દીવાલ ટપીને અંદર પ્રવેશ્યા હતા. ગોડાઉનની બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઇન માટે લગાવેલો 10 MM નો અંદાજે 80 મીટર લાંબો કેબલ વાયર તસ્કરો કાપી ગયા હતા.ચોરી થયેલા આ કેબલ વાયરની અંદાજિત કિંમત રૂ. ૪૦,૦૦૦/- જેટલી થાય છે.કારખાનાના માલિક અંકુરભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની અને તસ્કરોનું સગડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.







