GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબીમાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ

MORBI રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબીમાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ

 

મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા મંત્રીશ્રીની કડક સૂચના; મોરબીને ટૂરિઝમ હબ બનાવવા અને ‘નમો વન’ ના વિકાસ અંગે કરાઈ ચર્ચા

મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ અને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજાઈ હતી.

 

આ બેઠકમાં મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત બાબતે મંત્રીશ્રીએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપીને કામગીરી તાત્કાલિક હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ‘ટૂરિઝમ હબ’ તરીકે વિકસાવવા અને ‘નમો વન’ ના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગીતાબેન દુબરીયા, સાસંદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર,નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષકશ્રી(સામાજિક વનીકરણ ) યુવરાસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!