MORBI:મોરબી બી-ડિવિઝન પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો




મોરબી બી-ડિવિઝન પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વીસીપરા પોલીસ ચોકીના સ્ટાફ અને સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા તસ્કરને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ જ્યારે અમરેલી રોડ પર શ્રધ્ધાપાર્ક પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક શંકાસ્પદ ઇસમ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને પસાર થતો જોવા મળ્યો હતો. પોલીસને શંકા જવાનું મુખ્ય કારણ એ હતું કે આ બાઇક પર નંબર પ્લેટ નહોતી.પોલીસે તુરંત તેને અટકાવી મોટરસાયકલના કાગળો માંગ્યા હતા, પરંતુ ચાલક પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા.
પોલીસે પોતાની આગવી શૈલીમાં (યુક્તિ-પ્રયુક્તિથી) પૂછપરછ શરૂ કરતા શખ્સ ભાંગી પડ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે આ મોટરસાયકલ તેણે મોરબી વીસીપરા રોહિદાસપરા ગુજરાત સોસાયટી સામેથી ચોરી કર્યું હતું. દિલીપભાઇ ઉર્ફે ઇમરાન રાજેશભાઇ જાની રહેઠાણ: મોરબી-૨, વીસીપરા રોહિદાસપરાની બાજુમાં, ખાડા વિસ્તાર, મોરબી.પોલીસે ચોરાઉ મોટરસાયકલ કબજે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.



