MORBI: વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું.
MORBI: વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું.
છેલ્લા પાંત્રીશ વર્ષથી વધારે સમયથી મોરબી સહીત સમગ્ર મચ્છુકાંઠા વિસ્તારમાં મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી દ્વારા અનેકવિધ સામાજીક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં સમુહલગ્નો, યાજ્ઞોપવિત, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતના આયોજનો કરવામાં આવતા હોય છે.
ગતવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા મોરબી શહેર તથા સમગ્ર મચ્છુ વિસ્તારમાં વસવાટ કરતા મચ્છુકાંઠા વ્યાસજ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શ્રી મચ્છુ કાંઠાવ્યાસ જ્ઞાતીના મકાન ખાતે ફૂલસ્કેપ નોટબુક (ચોપડાં) નું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું હતુ. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આયોજનને સફળ બનાવવા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તમામ સભ્યોએ સુંદર વ્યવસ્થા સાથે ભારે જહેમત ઉઠાવી હતી.