GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”સ્ત્રી – નારીત્વ ની વાસ્તવિકતા “લેખિકા-મિત્તલ બગથરીયા

MORBI:”સ્ત્રી – નારીત્વ ની વાસ્તવિકતા “લેખિકા-મિત્તલ બગથરીયા

 

 

આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેનો સિમ્બોલ કલર પર્પલ છે .આમ જોવા જઈએ તો માત્ર એક દિવસ મહિલાનો હોતો નથી, પરંતુ ૩૬૫ દિવસ હોય છે. પરંતુ આજનો સ્પેશિયલ દિવસ મહિલાના અસ્તિત્વ તરીકે ઉજવવામાં આવે છે. બાકી મહિલાઓના દિવસ 365 જ હોય છે.
મનમાં હંમેશા એક જ પ્રશ્ન થાય છે કે નારીવાદ અથવા પુરુષ સમોવડી અથવા જેન્ડર ઇક્વાલિટી વગેરે એ શું સાચું છે? મારા મત મુજબ નારી એ પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી, કારણ કે નારી પુરુષ કરતા *ઉચ્ચતર* છે. નારી ને ભગવાને પોતાની લગોલગ સ્થાન આપ્યું છે એક જીવનું સર્જન કરી દુનિયામાં લાવવાનું. બધા દેવતાઓને જ્યારે ધનની જરૂર પડે છે લક્ષ્મી પાસે જાય છે ,વિદ્યા માટે સરસ્વતી પાસે, યુદ્ધ માટે કાળી માં પાસે જાય છે .જ્યારે દેવતાઓ પણ માતાજી ઓને નમે છે તો એ સ્ત્રી પુરુષ કરતા કઈ રીતે નિમ્ન હોઈ શકે?
માત્ર મહિલા તરીકે એક ગર્વ હોવો જોઈએ અને મહિલાના અસ્તિત્વને સ્વીકાર કરવો. નારીવાદના નારા લગાવવા કરતા નારીતત્વ ને માણો. પુરુષ સમોવડી બનવા ના ચક્કરમાં એક ઋજુતા, ક્ષમા, પ્રેમ, ધૈર્ય ,વિશ્વાસ, મમતા, લાગણીનો ઊર્મિવેગ ના ગુમાવીએ. મહિલા એ શક્તિ છે કે પુરુષના તૂટેલા શર્ટના બટન થી લઈને તેના આત્મવિશ્વાસને જોડી શકે છે. પુરુષ ને રોવા માતા નો ખોળો અથવા જીવન સંગીની ના ખંભા ની જરૂર પડે છે. હાલના સમયમાં બધી જગ્યાએ હરણફાળ પ્રગતિ કરી રહી છે. મહિલાઓ એ ગર્વની વાત છે. તેનો ગર્વ દરેક મહિલાને હોવો જ જોઈએ, પરંતુ તે ઘમંડ ન બનાવવો જોઈએ .સ્વતંત્રતા માણવી જોઈએ નહીં કે સ્વચ્ચદાન્તા .મહિલા આર્થિક રીતે પગભર થવું જ જોઈએ ,પરંતુ માનસિક શાંતિ ન હણાવી જોયે .

મહિલા પુરુષ કરતા ઉચ્ચતર છે તેનું એક ઉદાહરણ છે કે પોતાની ફેમિલી લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બહુ જ સારી રીતે હેન્ડલ કરી શકે છે. દિલમાં લાખો દર્દ છુપાવી એક હાસ્ય રાખી આખા ઘરને ખુશ રાખી શકે છે. પોતાના મૂડ સ્વિંગ હેન્ડલ કરે છે. પિરિયડ ના પાંચ દિવસ પણ તે પોતાની જવાબદારીમાંથી રજા નથી લેતી માત્ર આવું સ્ત્રી જ કરી શકે.” *નારીએ* *નારાયણી* “છે તે વાક્ય અહીં સાર્થક થાય છે.

ભગવાનને પણ દુનિયામાં આવા સ્ત્રીની જરૂર પડે છે. એનાથી વિશેષ બીજું ઉદાહરણ હોઈ શકે કે મહિલા પુરુષ કરતાં પણ ઉચ્ચતર છે. માત્ર તેને પોતાનામાં આત્મવિશ્વાસ કેળવવો અને પોતાના આત્મવિશ્વાસ નો આનંદ 365 દિવસ લેવો. એક સ્ત્રી મા લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા ,અન્નપૂર્ણા જગદંબા વગેરે દેવીઓ નો સમાવેશ થાય છે .આદર્શ અને સન્માનનીય વ્યક્તિ છે તેને એ સનમાન જાળવવાનું છે નહીં કે નારીવાદ કરે પોતાની શક્તિ કે ઇનબિલ્ટ ગુણ ક્ષમા, પ્રેમ, સંસ્કાર, ધીરજ ન ગુમાવવી.
દરેક સ્ત્રી આજે સંકલ્પ કરે કે તે માત્ર આજના દિવસે જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ભગવાને બનાવેલા અસ્તિત્વને માણે . એક વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો એવી મહિલા દિવસની શુભેચ્છાઓ..

“કભી મા બન કર ,કભી બહન બન કર ,કભી પત્ની બન કર ,એક આદમી કો સહી રાહ દિખાતી હે હર મોડ પર સાથ નિભાતી હે…”.

Back to top button
error: Content is protected !!