MORBI :મોરબી ABVP દ્વારા ” પર્યાવરણ દિવસ ” નિમિત્તે “નમામિ દેવી મચ્છુ” કાર્યક્રમ મા “પર્યાવરણ શાંતિ યજ્ઞ” અને મચ્છુ નદીની સાફ સફાઈ કરવામાં આવી.







MORBI :મોરબી ABVP દ્વારા ” પર્યાવરણ દિવસ ” નિમિત્તે “નમામિ દેવી મચ્છુ” કાર્યક્રમ મા “પર્યાવરણ શાંતિ યજ્ઞ” અને મચ્છુ નદીની સાફ સફાઈ કરવામાં આવી.


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

પર્યાવરણને શુદ્ધ કરનાર સૌથી મજબૂત પરિબળ તથા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર પૂજા યજ્ઞથી કરવામાં આવતી હોય છે એ જ રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિકાસાર્થ વિદ્યાર્થીના માધ્યમ થકી “ એક વિદ્યાલય એક જળાશય “ નામક પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી જેનો ઉદ્દેશ જળાશયને સ્વચ્છ સુંદર હરિત ઉપયોગી અને વૈવિધ્યસભર બનાવાનો છે જેના થકી ફક્ત માનવજીવન નહીં પણ જળચર જીવન નું પણ સંરક્ષણ થાય અને સર્વે ભવન્તુ સુખિન સુત્ર સાર્થક કરી શકાય.
ABVP મોરબી દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી પર્યાવરણ શાંતિ યગ્ન કરાયો તેમજ મચ્છુ નદીની સાફ સફાઈ તેમજ પુષ્કળ માત્રામાં પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું.



