MORBI:મોરબી લીલાપર ચોકડી પાસે જમીન વિવાદ મામલે આધેડ પર બે શખ્સોએ હુમલો કર્યો
MORBI:મોરબી લીલાપર ચોકડી પાસે જમીન વિવાદ મામલે આધેડ પર બે શખ્સોએ હુમલો કર્યો
મળતી માહિતી મુજબ રવાપર રોડ જમનિ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૫૦૨ માં રહેતા ધર્મેન્દ્રભાઇ ભગવાનજીભાઇ દેત્રોજા ઉવ.૪૬ વાળાની જમીન આરોપી દિવ્યેશભાઈ કાંતિલાલ સોરીયા રહે.મોરબીવાળાના કારખાનાની પાસે આવેલ હોય અને તે જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતા આરોપી દિવ્યેશભાઈએ ધર્મેન્દ્રભાઈની જમીનમાં દબાણ કરતા હોય જેથી ગઈકાલ તા.૦૫/૦૩ના રોજ ધર્મેન્દ્રભાઈ પોતાની જમીનની સ્થિતી જોવા જતા આરોપીને આ બાબતે સારૂ નહીં લાગતા, આરોપી દિવ્યેશભાઈ તેની સાથે અજાણ્યા આરોપીને લઈને લીલાપર ચોકડી પાસે આવેલ ખોડીયાર બેટરી પાસે ગયા હતા, ત્યારે આરોપી દિવ્યેશભાઈએ ધર્મેન્દ્રભાઈ પાસે જઈને કહેવા લાગેલ કે ‘તમે અમારા કારખાના પાસે કેમ આવેલ હતા’ તેમ કહી ધર્મેન્દ્રભાઈને ધારીયાનો ઉંધો ભાગ હાથના બાવડાના ભાગે મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ તેની સાથે આવેલ આરોપી અજાણ્યા ઇસમે ધર્મેન્દ્રભાઈને ગાળો આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી, હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.