MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૧ જુલાઈ સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

MORBI:મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૧ જુલાઈ સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

 

 

સમગ્ર દેશ અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડી સમગ્ર મોરબી જિલ્લાને ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

ભારત પાકિસ્તાનની સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અનેક નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરહદી વિસ્તારવાળા રાજ્યોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા હોવાથી તથા સમગ્ર રાજ્યને ‘ટેમ્પરરી રેડ ઝોન’ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવું જરૂરી હોવાથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર કે કોઈ વ્યક્તિ/સંસ્થાને આવશ્યક કારણોસર Drone/UAV નો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.

આ જાહેરનામુ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં આગામી ૩૧/૦૭/૨૦૨૫ સુધી અમલી રહેશે.

Back to top button
error: Content is protected !!