GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: માત્ર ‘ડેલો’ બતાવવાની સામાન્ય બાબતમાં બે યુવકો પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો

 

MORBI:મોરબી: માત્ર ‘ડેલો’ બતાવવાની સામાન્ય બાબતમાં બે યુવકો પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો

 

 

મોરબી નજીક આવેલા ઘૂંટુ ગામની સીમમાં સરાજાહેર હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ‘ડેલો’ (મકાન કે જગ્યાનો દરવાજો) બતાવવા જેવી ક્ષુલ્લક બાબતે ઉશ્કેરાઈ જઈને ત્રણ શખ્સોએ બે યુવાનો પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલ મોરબીના પીપળી ગામે રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડ (ઉં.વ. ૩૫) તેમના મિત્ર મેહુલભાઈ સાથે ઘૂંટુ ગામની સીમમાં આવેલી ITI સામે ગયા હતા. ત્યાં તેઓ તેમના અન્ય એક મિત્ર રવિભાઈ પટેલને આરોપી મુકેશભાઈનો ડેલો બતાવી રહ્યા હતા.

પોતાની જગ્યાનો ડેલો અન્ય કોઈને બતાવવામાં આવી રહ્યો છે તે વાતની ભીતિ વહેમી બનેલા આરોપી મુકેશભાઈને ગમ્યું ન હતું. આ નજીવી બાબતને લઈને ત્યાં બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.

બચાવવા વચ્ચે પડેલા મિત્રના હાથ અને નાક તોડી નાખ્યા

ઉશ્કેરાયેલા આરોપીઓએ સુરેશભાઈને જેમફાવે તેમ ગંદી ગાળો આપી ઢીકાપાટુનો મૂઢ માર મારવાનું શરૂ કર્યું હતું. આ જોઈ સુરેશભાઈના મિત્ર મેહુલભાઈ તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. મેહુલભાઈ વચ્ચે પડતાં જ હુમલાખોરો વધુ હિંસક બન્યા હતા:

લોખંડના પાઇપથી હુમલો: આરોપી અમિત મુકેશભાઈ દેગામાએ લોખંડના પાઇપ વડે મેહુલભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો, જેના કારણે મેહુલભાઈના ડાબા હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું.

ધોકાથી નાક પર વાર: આરોપી મુકેશભાઈના ત્યાં કામ કરતા એક અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે મેહુલભાઈના મોઢાના ભાગે ફટકો મારતા તેમના નાકના ભાગે પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી.આ લોહિયાળ હુમલા બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે સુરેશભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નીચે મુજબના શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે:૧. મુકેશભાઈ દેગામા (રહે. પ્રકૃતિ સોસાયટી, મોરબી)૨. અમિત મુકેશભાઈ દેગામા (રહે. પ્રકૃતિ સોસાયટી, મોરબી)૩. મુકેશભાઈનો અજાણ્યો માણસ (કામ કરતો શખ્સ)પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ક્ષણિક આવેશમાં આવીને કરાયેલા આ હુમલાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Back to top button
error: Content is protected !!