GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી કિસાન મોરચાના અગ્રણી અજયભાઈ ઝાલરીયાએ ભક્તો સાથે મહાદેવની આરાધના કરી નંદી મહારાજનું અનુદાન કર્યું

MORBI મોરબી કિસાન મોરચાના અગ્રણી અજયભાઈ ઝાલરીયાએ ભક્તો સાથે મહાદેવની આરાધના કરી નંદી મહારાજનું અનુદાન કર્યું

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૫’ અંતર્ગત મોરબીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે મોરબીના આલાપ રોડ પર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મંગલા આરતી અને જલાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો.

ભક્તિમય માહોલમાં મહાદેવની પૂજા-અર્ચના
આલાપ રોડ પર આવેલ વોર્ડ નંબર ૧૨ના સોમેશ્વર મહાદેવના મંદિરે પૂર્વ મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને IT સેલના ઇન્ચાર્જ અજયકુમાર વસંતલાલ ઝાલરીયાએ ઉપસ્થિત રહીને ભગવાન ભોળાનાથની મંગલા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાકાલ સોમેશ્વરજી મહારાજ પર જલાભિષેક કરી દેશ અને રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.


નંદી મહારાજનું અનુદાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
આ પવિત્ર અવસરે અજયકુમાર ઝાલરીયાએ ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં સોમેશ્વર મહાદેવના મંદિરે નંદી મહારાજની પ્રતિમાનું અનુદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણો સાંસ્કૃતિક વારસો અને સોમનાથનું સ્વાભિમાન પુનઃ સ્થાપિત થઈ રહ્યું છે, જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે.આ ધાર્મિક મહોત્સવમાં આસપાસના વિસ્તારના અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Back to top button
error: Content is protected !!