GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોસ્પિટલ/સ્કુલ માં વિવિધ મુદ્દાઓ પર નાગરિકોને માહિતગાર કર્યા.

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોસ્પિટલ/સ્કુલ માં વિવિધ મુદ્દાઓ પર નાગરિકોને માહિતગાર કર્યા.

 

 

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ફાયર વિક અંતર્ગત તા. ૧૪/૦૪/૨૦૨૫ થી ૨૧/૦૪/૨૦૨૫ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૪ હોસ્પિટલમાં ૩૪ હેલ્થકેર સ્ટાફને, હોટેલ પૈકી ૦૪ હોટેલના ૪૮ સ્ટાફને, કમર્શિયલ/મોલ પૈકી ૦૪ કમર્શિયલ/મોલના સ્ટાફને, રેસીડેન્ટ બિલ્ડીંગ પૈકી ૦૩ બિલ્ડીંગના ૯૦ રહેવાસીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે શાળાઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા શાળાને નોટીસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. વધુમાં મોરબી જીલ્લામાં પંદર (0૬) જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ બનેલ. જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવામાં આવેલ. જુદી જુદી જગ્યાએ રાત્રી સંવાદ કાર્યક્રમ થકી ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા ફાયર ની કામગીરી તેમજ ફાયર સેફટી ના વિવિધ મુદાઓ પર નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા.

આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલ માં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો

Back to top button
error: Content is protected !!