GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ‌રામનવમી અને મહાવીર જયંતિ તહેવારો દરમિયાન ટેમ્પોરરી સ્ટોલ લગાવવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ‌રામનવમી અને મહાવીર જયંતિ તહેવારો દરમિયાન ટેમ્પોરરી સ્ટોલ લગાવવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે

 

 

મોરબી મનપા દ્વારા આગામી એપ્રિલ માસમાં આવતા રામનવમી અને મહાવીર જયંતિ તહેવારો દરમિયાન ટેમ્પોરરી સ્ટોલ લગાવવા માટે મોરબી મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી જરૂરી રહેશે. નાગરિકોએ મંજૂરી માટે લેખિત અરજી, ઓળખપત્ર, સ્ટોલ સ્થાનની વિગત અને જરૂરી લાઈસન્સ સહિતની માહિતી મોરબી મહાનગરપાલિકા કચેરીમાં રજૂ કરવી પડશે.

મોરબી મહાનગરપાલિકા નગરજનોને જાણ કરે છે કે એપ્રિલ માસ દરમિયાન રામનવમી તથા મહાવીર જયંતિના તહેવારો દરમ્યાન ટેમ્પોરરી સ્ટોલ લગાવવા માટે મહાનગરપાલિકાની મંજૂરી લેવી આવશ્યક રહેશે. મંજૂરી મેળવવા માટે નાગરિકોએ મોરબી મહાનગરપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવી પડશે. આ અરજી સાથે અરજદારનું ઓળખપત્ર (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ અથવા પાન કાર્ડ), સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગત તેમજ વ્યવસાય સંબંધિત જરૂરી લાઈસન્સ (જો જરૂરી હોય) જોડવાનું રહેશે.મહાનગરપાલિકા દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ સ્થળ તપાસ કરીને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ નક્કી કરેલ ફી ભરવી પડશે અને તેની રસીદ મેળવવી આવશ્યક રહેશે. મંજૂરીની નકલ સ્ટોલ રાખવામાં આવેલી જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવી જરૂરી રહેશે. આ સાથે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૫ એપ્રિલ છે. મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ જાહેર જગ્યાએ ટેમ્પોરરી સ્ટોલ ઊભા કરવું દંડનીય ગણાશે. જો કોઈ સ્ટોલ જાહેર માર્ગો અને ટ્રાફિક અવરોધ ઊભો કરશે, તો તેને તાત્કાલિક હટાવી લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!