MORBI મોરબી સેવા જ સાચો ઉત્સવ: “પોતાના જન્મદિવસ પર અન્યના ચહેરા પર સ્મિત લાવવું એ જ જીવનનો સાચો ઉત્સવ છે.”

MORBI મોરબી સેવા જ સાચો ઉત્સવ: “પોતાના જન્મદિવસ પર અન્યના ચહેરા પર સ્મિત લાવવું એ જ જીવનનો સાચો ઉત્સવ છે.”
આર.એસ.એસ ના કાર્યકર્તા દિલીપભાઈ પરમારના પરીવારજનો એ દિકરી ધ્યાની ના જન્મદિવસ ની ઉજવણી ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મકનસર ખાતે ચાલતા નચિકેતા બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકો સાથે કરી આ પંકિતઓ ને ચરિતાર્થ કરી. આ ઉજવણી ના અવસરે દિલીપભાઈ પરમાર દ્વારા જીવન માં શિક્ષણ નું મહત્વ તેમજ પ્રાથમિક શાળા ના બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ શિષ્યવૃતિ પરીક્ષા અંગે સંસ્કાર કેન્દ્ર ના બાળકો ને માહિતીગાર કરેલ તેમજ ધ્યાનીના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકોને ચોકલેટ તથા સ્વાદિષ્ટ નાસ્તો અને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
આ ઉજવણીમાં ધ્યાની ના પરિવારજનો તથા બાલ સંસ્કાર કેન્દ્ર ના સંચાલક સંતોષબેન ઘાટલિયા તથા ચિત્રકુટ ઉપનગર ના સેવા પ્રમુખ હિતેષભાઇ પાડલીયા તથા ચિત્રકુટ ઉપનગર ના સંપર્ક પ્રમુખ બેચરભાઈ અઘારા જોડાયા હતા.








