MORBI:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ દીકરીના જન્મદિવસની ‘આપવાના આનંદ’ હેઠળ ઉજવણી કરી.
MORBI:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ દીકરીના જન્મદિવસની ‘આપવાના આનંદ’ હેઠળ ઉજવણી કરી.
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થ્ય કીટ વિતરણ કરીને જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠની પ્રેરણાદાયી ઉજવણી.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ તેમની દીકરી મનસ્વીનો જન્મદિવસ અને પોતાની લગ્નની વર્ષગાંઠના અવસરે ‘આપવાનો આનંદ’ સંકલ્પ સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમણે ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારોના બાળકોને પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થ્ય કીટ આપીને પ્રસંગને સેવા અને પ્રેમ સાથે ઉજવ્યો હતો.
મોરબીની સામાજિક સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ પોતાના સેવાકીય કાર્યો અને વિશિષ્ટ ઉજવણી પદ્ધતિઓ માટે જાણીતી છે. આ સંસ્થાના મેન્ટોર અને સ્થાપક દેવેનભાઈ રબારીએ એક અનોખી પહેલ કરીને દીકરીના જન્મદિવસ અને પોતાની લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું. તેઓ માટે આજે ખાસ દિવસ હતો જેમાં એક તરફ પુત્રી મનસ્વીનો જન્મદિવસ અને બીજી તરફ પોતાનું લગ્નની વર્ષગાંઠ. જ્યાં મોટાભાગના લોકો પાર્ટી અથવા ભેટની માગણી કરતા હોય છે, ત્યાં દેવેનભાઈએ ‘આપવાનો આનંદ’ સંકલ્પ હેઠળ ઉજવણી કરી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપની વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આ અવસરે મોરબીના ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારોના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને સ્વાસ્થ્ય જાળવવા જરૂરી કીટ આપવામાં આવી જેમાં સાબુ, હેન્ડવોશ, કાન સાફ કરવાની સ્ટિક, તેલ, રૂમાલ, નખકાપવાનું કટર વગેરે સામેલ હતા. સાથે જ બાળકોને રસપુરી સહિતનું પૌષ્ટિક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું, જેથી તેમને ભોજનનો આનંદ માણ્યો હતો.
આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, ‘આ બાળકો ઈશ્વરની જેમ છે, તેમને ખુશ કરીને જે આશીર્વાદ મળે એ અમારાં માટે સૌથી મોટી ભેટ છે. આ દિવસ મારા માટે યાદગાર બની રહેશે.’ તેમણે અન્ય લોકોને પણ આ પ્રકારની ઉજવણી માટે પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું હતું કે, જન્મદિવસે કે વિશેષ અવસરે આપણી ખુશી બીજાઓને આપી શકો તો એ જ સાચી ઉજવણી ગણાય.