GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના હરીપર ગામના પ્રો. ભાણજીભાઈ અંગોલા નું ગ્રામીય યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન

MORBI:મોરબીના હરીપર ગામના પ્રો. ભાણજીભાઈ અંગોલા નું ગ્રામીય યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન

 

 

 

મોરબી તાલુકાના હરીપર ગામના પ્રો. ભાણજીભાઈ અગોલા મૂળ એલ. ઈ. કૉલેજના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક થયા પછી હેડ ઓફ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ પદેથી નિવૃત્ત થયા. પ્રોફેસર ભાણજીભાઈ અંગોલાનું ગ્રામીય યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન
શરુ કર્યું. ગુજરાતનાં ૧૮૨૫૦ ગામડાની સરકારી સ્કૂલમાં ધોરણ ૬-૭-૮ નાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું ‘યુવાનોને…’ પુસ્તક વિના મૂલ્યે આપવાનું વિચાર્યું. યુવાનોમાં રહેલી શક્તિને ઓળખીને, આત્મશ્રદ્ધાથી સંસ્કારિત બનીને, આપણી સંસ્કૃતિને જાણીને, રાષ્ટ્રભાવના અને માનવભાવના જાગૃત કરીને, આપબળે આત્મનિર્ભર આર્થિક બનીને સત્યના પાયા પર ઊભો રહીને સિંહ ગર્જના કરતો થાય. એવું મૂળ પ્રયોજન હતું. વિવિધ પ્રકારના દાનમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. જ્ઞાનદાન જીવનમાં જીવંત રહેતુ હોવાથી તેની અસર વરસો સુધી રહે છે. એવો દ્રઢ ખ્યાલ હતો. નિવૃત્તિ પછી ૨૦૧૪માં અલ્ટો ગાડી અને ર.પ લાખ કિ.મી. સેલ્ફ ડ્રાઇવિંગ કરીને આ અભિયાન એક વર્ષ સુધી ચલાવ્યું. ગુજરાતના ૨૫૦ તાલુકામાં ૮ લાખ વિદ્યાર્થીઓને આ પુસ્તક વિના મુલ્યે અર્પણ કરેલ. વિદ્યાર્થીઓને સમુહમાં ભેગા કરીને સ્વામી વિવેકાનંદજીના જીવન અંશો વિશે વ્યાખ્યાન આપીને આ પુસ્તકનું મહત્ત્વ સમજાવીને પછી વિતરણ કરેલ. જથ્થાબંધ સીધા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવી એટલે પડતર માત્ર ૫.૫૦ રૂ. માં થયેલ.

જે વિદ્યાર્થીઓને આ પુસ્તક વિતરણ કરેલ એમાંથી ઘણાએ પ્રેરણા લઈને જીવન સુધાર્યુ. એવા વિદ્યાર્થીઓ ડાળે વળગ્યા પછી આ અભિયાન કરનારને પત્ર દ્વારા યાદ કરવામાં આવતા. એ પત્રનો ફલો જોઈને આ અભિયાન પુનઃ શરૂ કરવાનું વિચાર્યું. ૧-૭-૨૫થી દર વર્ષે ૧ લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ છે. હાલ નકલો પ્રેસમાં છપાઈ છે.

હમણા એક મહિના થયા ‘શ્રી લક્ષ્મણભાઈ સ્મૃતિ વર્તુળ-મોરબી’ દ્વારા સૌરાષ્ટ્રના પ્રથમ પાટીદાર સમાજની બોરડીના સ્થાપકનું પ્રેરણાદાયી જીવનચરિત્ર ‘બત્રીસ લક્ષણું બલિદાન’ પુસ્તકની ૫૧ હજાર નકલનું વિતરણ શરૂ કર્યું. જે બે લાખ નકલ સુધી જવાની સંભાવના છે.

માન, સન્માન વિના કરેલ આ તેઓના પ્રયત્નથી આપણે એટલો સારો લઈ શકીએ એક જ વ્યક્તિ પ્રામાણિક અને નિષ્ઠાથી સેવા અભિમુખ પુરુષાર્થ આદરે તો સો ટકા સફળતા મળે.અગોલાસાહેબના આ અભિયાનને સલામ…

Back to top button
error: Content is protected !!