ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: મોડાસા શહેરના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા,કલ્યાણ ચોકથી રામલ્લાની ભવ્ય શોભાયાત્રા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મોડાસા શહેરના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા,કલ્યાણ ચોકથી રામલ્લાની ભવ્ય શોભાયાત્રા

*મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાંચૈત્રી અષ્ટમી અને રામનવમીની ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરાઈ*

*મોડાસા શહેરમાં પોલીસ ખડેપગે ઉભી રહી*

મોડાસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને ધર્મ પ્રેમી જનતા દ્વારા રામનવમી પર્વ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કલ્યાણ ચોકથી પ્રસ્થાન થયેલી ભગવાન રામલલ્લાની શોભાયાત્રાથી શહેરના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા ભગવાન રામ નગર ચર્ચાએ નીકળતા શહેરીજનો દર્શન કરી ધન્યતા અનુભવી હતી શોભાયાત્રાનું સમાપન માલપુર રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિરે થયું હતું શહેરના માર્ગો જય શ્રી રામના ગગન ભેદી નારાથી ગુંજી ઉઠ્યા હતા શોભાયાત્રાના રૂટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અરવલ્લી જીલ્લાના અન્ય વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી

અરવલ્લી જીલ્લામાં ભગવાન રામના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી ચૈત્ર સુદ નોમનો દિવસ સાંઈબાબા અને સ્વામિનારાયણ ભગવાનના જન્મદિન ની ઉજવણી પણ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિરે ભગવાન રામ અને સાંઈબાબા ના જન્મદિવસની ઉજવણીમાં ૧૦૧ કિલો સૂકા મેવા અને માવામાંથી બનાવેલી કેક ધરાવી પૂજા અર્ચના બાદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેર અને જીલ્લાના ભક્તો જોડાયા હતા અને વહેલી સવાર થી મોડી રાત્રી સુધી દર્શનનો લાભ લીધો હતો

અરવલ્લી જિલ્લામાં પરંપરાગત રીતે ચૈત્રી નવરાત્રિ ઉજવીનેઆજે ચૈત્રી અષ્ટમી અને રામનવમીની ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.ભાવિકો દેવ મંદિરોમાં જઇ માથું ટેકવી દર્શન કર્યા હતા આઠમના હવન યજ્ઞ યોજી ભાવિકોએ વ્રતનું સમાપન કર્યું હતું. મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં ચૈત્રી નવરાત્રી ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ઉત્સાહ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. કેટલાક ગામોમાં આસો નવરાત્રીની જેમ જ આ નવરાત્રીમાં પણ ગરબાની રમઝટ સાથે નવરાત્રીના નવ દિવસ પસાર કર્યા હતા.શક્તિની ઉપાસનાના આ પર્વમાં પણ ભાવિકોએ નવ દિવસ નકોરડાં ઉપવાસ વ્રત રાખી માં શક્તિની ઉપાસના કરી હતી.આ નવરાત્રીમાં પણ માતાજીના જપ,તપ કરી શક્તિના પાઠ કરી કૃપા પામવા ભક્તિભાવ સાથે નોરતાં ઉજવ્યાં હતા.આ વર્ષે આઠમ અને નોમ એક સાથે આવતા આઠમના હવન યજ્ઞ કરીને વ્રતધારી ભક્તોએ પોતાના આનુષ્ઠાનો પૂરાં કર્યાં હતાં. જ્યારે સાથે સાથે મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિનરામનવમી પણ હોઈ ભક્તોએ મંદિરોમા જઈને દેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જિલ્લામાં આજે આઠમ અને નોમના એકસાથે આવતાં સૌ ભાવિકો આનંદ વિભોર બનીને તેની ઉજવણી કરી હતી

Back to top button
error: Content is protected !!