MORBI:મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે બે પક્ષો વચ્ચે નજીવી બાબતે મારામારી




MORBI:મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે બે પક્ષો વચ્ચે નજીવી બાબતે મારામારી

મોરબી તાલુકાની રફાળેશ્વર ચોકડીએ નજીવી બાબતે મારામારી થઇ હતી જેમાં બંને પક્ષે છરી અને તલવાર વડે મારામારી કરી કુલ ત્રણ વ્યક્તિને ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારાએ આરોપીઓ મુકેશ પ્રભુભાઈ ખંભાળિયા, વિકાસ પ્રભુભાઈ બાવળિયા અને વિશાલ મુકેશ ખભાળીયા રહે ત્રણેય રફાળેશ્વર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુકેશને સાઈડમાં જવા અંગે કહેતા તેને સારું લાગ્યું ના હતું અને ઉશ્કેરાઈ જઈને ધોકા વડે રાજુભાઈને મુંઢમાર મારી તેમજ આરોપી વિકાસે છરી વડે રાજુભાઈને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામા પક્ષે ફરિયાદી મુકેશ પ્રભુભાઈ ખંભાળિયાએ આરોપીઓ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજીના થળાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી લીલાભાઈ ગમારા સાથે ધંધા બાબતે બોલાચાલી-ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આરોપીઓએ વિકાસને જમણા સાથળ પાસે તલવાર વડે ઈજા કરી તેમજ વિશાલને શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે




