MORBI:સંસદમાં મહારાણા સાંગાને લઈને અપમાનજનક નિવેદન આપનાર સાસંદ વિરોધમાં મોરબી હિન્દુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર
MORBI:સંસદમાં મહારાણા સાંગાને લઈને અપમાનજનક નિવેદન આપનાર સાસંદ વિરોધમાં મોરબી હિન્દુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર
રાજ્યસભામાં વીર યોધ્ધા મહારાણા સાંગાજી વીશે અપમાન જનક વાત કરના સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન ઉપર યોગ્ય કાર્યવાહી કરવા મોરબી રાજપૂત કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી રાજપુત કરણી સેના વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે થોડા દિવસ પહેલાં રાજ્યસભાની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા પરમ પ્રતાપી વીર યોદ્ધા મહારાણા સાંગાજી ના ગૌરવવંતિત ઇતિહાસને ખોટી રીતે અપમાન જનક ભાષામાં વાત કરી રજૂ કરી આ હીન કૃત્ય કર્યું છે ત્યારે સમગ્ર દેશવાસી ઓની લાગણી ને તો ઠેશ પોહચી જ છે પરંતુ સાથે સાથે ભારત ના ગૌરવ શાળી ઇતિહાસને પણ ડાઘ લગાડવાનો પ્રયાસ કર્યો છે તો તેથી રાજપૂત કરણી સેનાએ દ્વારા આ ભૂલ સ્વીકારી માફી માંગે અને તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ સાંસદ ને ભારતની સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ કરી છે.