GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે બાઈક ચોરી નાં ગુન્હાના આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ રીકવર કર્યોં

 

તારીખ ૨૫/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલ સુચનાઓ મુજબ કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ સાથે સર્વેલન્સ સ્ટાફ નાં માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં દિવાળી ના તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે માહિતી મળેલ કે “કાતોલ ગામેથી મો.સા નં. GJ-17-BM-5838 નાની ઉપર બે ઈસમો એક મીણીયાની થેલી માં મો.સા નું એન્જીન તથા મોટર સાયકલ નાં બે વ્હીલ લઇ ને કાલોલ તરફ વેચવા સારું આવી રહેલ છે “જે આધારે કાતોલ હાઈ-વે રોડ ઉપર વોચ માં રહી સદર ઉપરોક્ત બાતમીવાળી મોટર સાયકલ લઇ બે ઇસમો આવતા તેઓ ને રોકી તેઓ નાં નામઠામ પૂછતા નં.(૧)રાજેન્દ્રભાઈ ઉર્ફે અકુ કાન્તીભાઈ પરમાર તથા નં.(૨)જશવંતકુમાર ઉર્ફે બોબડી પ્રતાપભાઈ પરમાર બન્ને રહે.કાતોલ તા.કાલોલ નાઓ હોવાનું જણાવેલ અને તેઓની પાસે મીણીયાની થેલી માં જોતા એક મોટરસાયકલ નું એન્જીન હોય જે એન્જીન નો નંબર પોકેટ કોપ માં સર્ચ કરતા ઉપરોક્ત ગુના માં ગયેલ મોટરસાયકલ નું એન્જીન તથા તેના બે વ્હીલ હોય જે આધારે સદર ઇસમોને વિશ્વાસ માં લઇ પૂછપરછ કરતા આજ થી વીસેક દિવસ અગાઉ અમો બન્ને જણા તથા અમારા ગામ નાં કલ્પેશભાઈ ઉર્ફે મથુર અર્જુનભાઈ જાદવ તથા તુષારભાઈ ઉર્ફે ધમો નરવતભાઈ પરમાર રહે.કાતોલ તા.કાલોલ નાઓ ભેગા મળી ઇનોક્ષ કંપની માં નવરાત્રી માં ગરબા જોવા ગયેલા અને ગરબા જોઈ પરત આવતી વખતે ઇનોક્ષ કંપની બહાર પાર્કિંગ માં મુકેલ મોટરસાયકલ ચોરી કરી તેના સ્પેરપાર્ટ છુટા પાડેલ હોવાની કબુલાત કરેલ હોય જેથી સદર આરોપી ઓ ને વધુ વિશ્વાસ માં લઇ અન્ય સ્પેરપાર્ટ વિષે પૂછપરછ કરતા સદર મો.સા ની ચેચીસ કલ્પેશભાઈ ઉર્ફે મથુર અર્જુનભાઈ જાદવ નાં ઘરે સંતાડેલ હોય જેથી સદર આરોપીઓ ને સાથે રાખી કલ્પેશભાઈ ઉર્ફે મથુર અર્જુનભાઈ જાદવ નાં ઘર ની ઝડતી તપાસ કરતા સદર મો.સા ની ચેચીસ મળી આવેલ હોય જેથી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મોટરસાયકલ ચોરી નાં ગુન્હામાં ગયેલ મોટરસાયકલ નું એન્જીન તથા મોટર સાયકલ ની ચેચીસ તેમજ વ્હીલ રીકવર કરી અનડીટેક્ટ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!