GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :વિશ્વ નવકાર દિવસ અને મહાવીર જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાના અને માંસના વેચાણ પર પ્રતિબંધ

MORBI :વિશ્વ નવકાર દિવસ અને મહાવીર જયંતિ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાના અને માંસના વેચાણ પર પ્રતિબંધ

 

 

 

મહાવીર જયંતિ, વિશ્વ નવકાર દિવસ જૈન ધર્મના પવિત્ર દિવસો હોવાથી, મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે તારીખ ૦૯ એપ્રિલ ૨૦૨૫ વિશ્વ નવકાર દિવસ અને ૧૦ એપ્રિલ ૨૦૨૫ મહાવીર જયંતિના રોજ મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રહેશે. સાથે જ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ અથવા સ્ટોર રાખવાનો પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાની અમલવારી સંબંધિત અધિકારીઓ દ્વારા ચુસ્તપણે કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!