MORBIMORBI CITY / TALUKO

MORBI:હિન્દુસ્તાન યુનીલીવરની ડીલરશીપ દેવાના બહાને અલગ અલગ બેંકમાં રૂપિયા 41.71લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી

MORBI:હિન્દુસ્તાન યુનીલીવરની ડીલરશીપ દેવાના બહાને અલગ અલગ બેંકમાં રૂપિયા 41.71લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી

 

 

Unknown caller show on mobile phone screen.

જુના સાદુળકાના વતની હાલ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા સહદેવસિંહ હાલુભા ઝાલા ઉવ.૩૨ એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બે મોબાઇલ ધારક તથા ત્રણ અલગ અલગ બેંક ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ઉપરોક્ત આરોપીઓએ ગઇ તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ફરીયાદી સહદેવસિંહના ફેસબુક એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય જે જાહેરાત સહદેવસિંહ દ્વારા ઓપન કરતા તેમના જીમેઇલ આઇ.ડી ઉપર [email protected] [email protected] પરથી ઇ-મેલ આવેલ હતો, ત્યારબાદ આરોપીઓએ ફરી ઇ-મેલમાં મેસેજ કરીને જણાવેલ કે તમારે હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડીલરશીપ લેવાની હોય તો ઇ-મેલમાં મોકલેલ ફોર્મ ભરીને મોકલો જેથી સહદેવસિંહએ પોતાની પત્ની શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ફોર્મ ભરી ઇ-મેલથી મોકલી આપેલ હતુ અને આ ફોર્મમાં રૂ ૫૦,૦૦,૦૦૦/- ડીલરશીપ પેટે રોકાણ કરવાનું પણ જણાવેલ હોય ત્યારબાદ ફરી ઇમેઇલ મારફત ડીલરશીપ મંજુર થયાનો મેસેજ આવ્યો હતો. આ સાથે ઇમેઇલ આઈડીમાં ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટ નંબર ૧૪૦૮૦૧૭૬૪૫૯૪૮૭૦૧ વાળા ખાતામાં રોકાણ પેટે રૂ,૫૦,૦૦,૦૦૦/- જમા કરવાનુ જણાવવામાં આવતા સહદેવસિંહએ જે બાબતે મેઈલ કરીને હા કહી હતી. ત્યારે આરોપોઓએ લોભામણી લાલચ આપી સહદેવસિંહનો વિશ્વાસ અને ભરોસો કેળવી ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોવાનું ખોટુ જણાવી અલગ અલગ તારીએ આરોપીઓના બેંક એકાઉન્ટમાં રૂ ૪૧,૭૧,૫૦૦/- નું કુલ રોકાણ કરેલ હોય અને આરોપીઓએ સહદેવસિંહને બાકીના રૂપીયા ભરશો તો જ ડીલરશીપ મળશે જેથી સહદેવસિંહ અવારનવાર મોબાઇલ ફોન દ્રારા કહેલ કે મે રોકાણ કરેલ મને પરત આપી દો તેમ જણાવતા છતા આરોપીઓએ સહદેવસિંહ દ્વારા રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી હોય. હાલ ફરિયાદી સહદેવસિંહ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે બીએનએસ કાયદાની છેતરપિંડી તથા વિશ્વાસઘાતની કલમ તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!