MORBI:મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા કલેકટર શ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને નવેમ્બર- ૨૦૨૪ માસનો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ એ રહેલો છે કે લોકોને વડી કચેરી કે પ્રાદેશિક કચેરી સુધી તેમના પ્રક્ષોના નિરાકરણ માટે ધક્કો ખાવો ના પડે.
આ માસના કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ. કચેરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મોરબી નગરપાલિકા, ટંકારા તાલુકા પંચાયત અને માળીયા તાલુકા પંચાયતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આ મહિને ૦૫ જેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૦૩ પ્રક્ષોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ૦૨ પ્રશ્નો અંગે લગત વિભાગને જલ્દી નિકાલ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાયોગેસ, વીજ લાઇન, બિનખેતીની જમીન, ભૂગર્ભ ગટરની સફાઇ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ અંગે જિલ્લા કલેકટરશ્રીએ હાજર અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ પ્રકારના કાર્યક્રમ દર મહિને યોજાતા હોય છે. જેમાં મોરબી જિલ્લાના મહત્તમ નાગરિકો ભાગ લે તેમ જનરલ શાખા, જિલ્લા કલેકટર કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.