MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ​ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

 

MORBI:મોરબી ​ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

 

વિદાય સમારોહ યોજાયો, વિધાર્થીઓ સાથે શિક્ષકો પણ રડ્યા

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે કેજી થી ધોરણ 8 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનો આજે વિદાય સમારંભ યોજાયો

વર્ષ 2001 થી મોરબી ખાતે સામાજિક ટ્રસ્ટ સંચાલિત ફક્ત બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય માં અભ્યાસ કરતા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો આજે શાળા ખાતે અંતિમ દિવસ હોવાથી તેઓનો વિદાય સમારંભ યોજાયો શાળાના શિક્ષકો દ્વારા આગામી વર્ષમાં તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કઈ રીતે કરી શકે તેનું માર્ગદર્શન આપ્યું અને શુભેચ્છાઓ પણ પાઠવી, ટ્રસ્ટના મંત્રી અને શાળાના વહીવટદાર કે.આર. ચાવડા દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઊંચ અભ્યાસ માટે જરૂરી કોઈ પણ મદદ માટે સંપર્ક કરવા જણાવ્યું તેમજ તમામ બાળકોને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે છેલ્લા નવ વર્ષના સમયગાળાને યાદ કરી શિક્ષકો અને બાળકો ભાવુક બની ગયા હતા.


સંસ્થા દ્વારા તમામ બાળકોને પીઝા પાર્ટી સાથે શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!