GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: શક્ત સનાળા રાજપર રોડ પરથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો રોકડ સાથે ઝડપાયા

MORBI:મોરબી: શક્ત સનાળા રાજપર રોડ પરથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો રોકડ સાથે ઝડપાયા

 

મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલ મારુતિ હોટલ વાળી શેરીમાં જાહેર જગ્યાએ જુગાર રમી રહેલા ૬ ઈસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.

સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે મારુતિ હોટલ વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૪૩,૧૦૦ ની રોકડ રકમ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:તેજસભાઈ અરવિંદભાઈ દોશી (રહે. હવેલી શેરી, ગ્રીન ચોક, મોરબી) નીતેશભાઈ મનહરગીરી ગોસાઈ (રહે. જેઈલ રોડ, નારાયણ પાન સામે, મોરબી) મધુસુદનભાઈ વીઠલદાસ કુબાવત (રહે. નવાડેલા રોડ, ખાખીની જગ્યામાં, મોરબી) મધુસુદન છોટાલાલ ઠાકર (રહે. જેઈલ રોડ, રાજબાઇ માતાના મંદિર પાસે, મોરબી) નિલેષભાઇ નાગરદાસભાઈ જોબનપુત્રા (રહે. જી.આઈ.ડી.સી. સામે, અરિહંત સોસાયટી, મોરબી) પ્રદીપભાઈ શાંતીલાલ રાચ્છ (રહે. કાયાજી પ્લોટ, શેરી નં. ૨, મોરબી) પોલીસે છએય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!