MORBI:સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું
MORBI:સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું
સતત છઠ્ઠા વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ ક્રમ
તા.06 જુલાઈ 2024ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી સંસ્કૃતોત્સવ 2024 યોજાયો હતો.જેમાં શ્રી ભાગ્યેશ ઝા (અધ્યક્ષ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) , ડૉ.નીરજા ગુપ્તા (વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) ડૉ. શ્રી સુકાંત કુમાર સેનાપતિ (વાઇસ ચાન્સેલર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ) વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અષાઢ માસના પ્રથમ દિવસે ઉજવાતા આ કાર્યક્રમમાં દર વર્ષે વિવિધ પ્રકારના સંસ્કૃત સન્માનો આપવામાં આવે છે .જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા દ્વારા બાળકોને સંસ્કૃત ભાષા માટે જાગૃત કરવા અને શીખવા પ્રોત્સાહિત કરવામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં સાર્થક વિદ્યામંદિરે વર્ષ 2023 માટે પ્રથમ ક્રમનું સન્માન મેળવેલ છે.
સાર્થક વિદ્યામંદીર તરફથી આ સન્માન સ્વીકારવા શાળા સહ સંચાલક પ્રમોદસિંહ રાણા , ટ્રસ્ટી પ્રવીણભાઈ રાજાણી તેમજ શાળાના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ અને ગૌરવ પરીક્ષા સંયોજક વિવેકભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના સંચાલક કિશોરભાઈએ પોતાની યાદીમાં જણાવ્યું હતું કે શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel