MORBI:મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રોડમાં દબાણ દૂર કરવા લત્તાવાસીઓએ કરી કમિશનરને રજૂઆત
MORBI:મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રોડમાં દબાણ દૂર કરવા લત્તાવાસીઓએ કરી કમિશનરને રજૂઆત

રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી
મોરબીમાં મહાનગરપાલિકા થયા પછી પણ લોકો સાથે છેતરપિંડી થાય તેવા બાંધકામો કરવામાં પાછા પડતા નથી અને લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે. પણ લોકો હવે જાગૃત થઈ ગયા હોય તેઓ ની કોઈ વાત માનતા નથી અને રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય આજે લત્તાવાસીઓએ મહાનગરપાલિકામાં કમિશનર ને લેખિત રજૂઆત કરી છે. એના પગલે ટાઉન પ્લાનિંગના કર્મચારી સ્થળ ઉપર જોઈને રિપોર્ટ કરવા માટે વિગત લખી ગયા છે.

આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર માં નાની કેનાલ રોડ ઉપર વિકસિત એરીયો હોય અને નોન ટાઉનપ્લાનિંગ વિસ્તાર હોય ત્યાં ઓનલાઇન બાંધકામની મંજૂરી અને લે આઉટ પ્લાનની મંજૂરી લેવાની હોય છે પરંતુ તેમાં સરકાર શ્રી ના નિયમ મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે જે તે બિનખેતી થતા પ્રકરણમાં ૧૨ મીટર નો રોડ મૂકવાનો હોય છે પણ આવો રોડ મુકાતો નથી અને મંજૂરી વગરના બાંધકામો થઈ રહ્યા છે અને જે બાંધકામ ૧૨૭૫/૨ અને ૧૨૭૬/૧ માં દુકાનોનું બાંધકામ થઈ રહ્યું છે તે આંતરિક રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય આજે આ લત્તાના લોકોએ તે બાંધકામ દૂર કરવા અને કાયદાકીય પરિભાષામાં તપાસ કરવા મહાનગરપાલિકા મોરબીનાં કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જે રજૂઆતના પગલે કમિશનરે સ્થળ ઉપર તપાસ કરી રિપોર્ટ કરવાનો આદેશ કરતા ટાઉન પ્લાનિંગના કર્મચારીઓ સ્થળ ઉપરથી રિપોર્ટ કરી ગયા છે ત્યારે હવે આગળની કાર્યવાહી મહાનગરપાલિકા શું કરે છે તે જોવું રહ્યું?








