MORBIMORBI CITY / TALUKO
નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું




મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ – દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું

૦૦૦૦૦૦૦
“ઉત્તમ શિક્ષણ થકી બનશે ઉજ્જવળ સમાજ” – શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
૦૦૦૦૦૦૦૦
મોરબી તા.૮ ફેબ્રુઆરી, શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ – મોરબી દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરના ઉદ્ઘાટન કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સંતો, સમાજના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી બાવળિયાએ આ તકે જણાવ્યું હતું કે, ઉત્તમ શિક્ષણ થકી ઉજ્જવળ સમાજનું નિર્માણ થાય છે. શિક્ષણ અને સમાજ ઉત્થાન માટેનું આ મહત્વપૂર્ણ પગલું આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થાય તેવી શુભકામનાઓ.
૦૦૦૦૦૦૦















