HALVAD:હળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

HALVAD:હળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
હળવદમાં રહેતા યુવકને પંદર વર્ષ પહેલાં મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુંબીક ભાઈઓ સાથે ઝગડો તકરાર થયેલ જેનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ આંબેડકરનગર -૦૧મા રહેતા ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.૩૯) એ આરોપી અમન હસુભાઈ પરમાર રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી બપોરનઆ સમયે ચાલીને પોતાની દિકરી નેહાને બ્રીલીયન્ટ સ્કુલ માથી લઇ ને ઘરે જતા હતા ત્યારે હળવદ આબેડકરનગર-૦૧ સરા રોડ ઉપર આવેલ સખી મરચા ફ્લોર મીલ પાસે ફરીયાદી તથા આરોપીને પંદર વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુબીક ભાઇઓ સાથે ઝગડો તકરાર થયેલ હોય જેનુ મન:દુખ રાખી આરોપીએ આવી લોખંડના પાઇપ વડે ફરીયાદીને માર મારી ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









