MORBIMORBI CITY / TALUKO

GUJARAT:સરકારી શાળામાં નેતાઓના સંતાનો ભણે તો જ શિક્ષણમાં સર્જાય સાચી ક્રાંતિ!

 

GUJARAT:સરકારી શાળામાં નેતાઓના સંતાનો ભણે તો જ શિક્ષણમાં સર્જાય સાચી ક્રાંતિ!

 

 

રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ અને વિવિધ આગેવાનો ગામડે-ગામડે જઈ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. બાળકોને પુસ્તકો, બેગ અને શૈક્ષણિક સામગ્રી આપીને શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ નિઃસંદેહ આવકારદાયક અને પ્રેરણાદાયી પહેલ છે.પરંતુ આ સમગ્ર અભિયાન વચ્ચે એક સકારાત્મક અને વિચારપ્રેરક પ્રશ્ન પણ ઊભો થાય છે કે જો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત બનતા નેતાઓ પોતાના સંતાનોને પણ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મોકલે તો શું સરકારી શિક્ષણ વ્યવસ્થામાં વધુ ગુણાત્મક પરિવર્તન ન આવે?આજે સરકારી શાળાઓ માં આધુનિક વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ શિક્ષણ, મધ્યાહન ભોજન, રમતગમત અને વિવિધ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. સરકાર કરોડો રૂપિયાનું રોકાણ કરીને શિક્ષણની ગુણવત્તા વધારવા પ્રયત્નશીલ છે. છતાં સમાજના એક મોટા વર્ગમાં સરકારી શાળાઓ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસનો અભાવ હજુ જોવા મળે છે.જો જનપ્રતિનિધિ

ઓ અને નીતિ નિર્માતાઓ પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવે તો તે માત્ર પ્રતીકાત્મક પગલું નહીં રહે, પરંતુ સમગ્ર સમાજ માટે વિશ્વાસનું શક્તિશાળી ઉદાહરણ બની શકે. પરિણામે શાળાઓની ગુણવત્તા, શિક્ષકોની જવાબદારી, સુવિધાઓની દેખરેખ અને શૈક્ષણિક ધોરણો વધુ મજબૂત બનવાની શક્યતા વધે.સરકારી શાળા માત્ર ગરીબ અથવા મધ્યમવર્ગના બાળકો માટેની સંસ્થા નથી, પરંતુ દેશના ભાવિ નાગરિકોને ઘડતું અમૂલ્ય શિક્ષણ મંદિર છે. અહીંથી જ અનેક વૈજ્ઞાનિકો, અધિકારીઓ, શિક્ષકો, ડોક્ટરો અને સમાજના અગ્રણીઓ ઊભા થયા છે. તેથી સરકારી શાળાનું ગૌરવ અને વિશ્વસનીયતા જાળવવી સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે.શાળા પ્રવેશોત્સવ

નો સાચો હેતુ માત્ર પ્રવેશની સંખ્યા વધારવાનો નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે સમાજમાં વિશ્વાસ અને સમાનતાની ભાવના મજબૂત કરવાનો છે. જ્યારે દરેક વર્ગના બાળકો એક જ શિક્ષણ વ્યવસ્થામાં સાથે ભણશે ત્યારે જ શિક્ષણમાં સમાન તક અને ગુણવત્તાનો સાચો અર્થ સાકાર થશે.શિક્ષણના આ મહોત્સવમાં નેતાઓ વિદ્યાર્થી ચિંતક બન્યા છે, તે પ્રશંસનીય છે. હવે આગામી સમયમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધારવા માટે સમાજ અને નેતૃત્વ બંને દ્વારા વધુ પ્રેરણાદાયી પગલાં ભરવામાં આવે તો ખરેખર “સોને પે સુહાગા” જેવી સ્થિતિ સર્જાઈ શકે.

Back to top button
error: Content is protected !!