GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું 

MORBI મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

 

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટ ૨ શ્રેણી (૧૮ વર્ષ થી નીચેના વયજુથ તથા ૧૮ વર્ષથી ઉપરના વયજુથ) માં આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૮ વર્ષથી નીચેના વયજુથ શ્રેણીમાં ૮૮ તથા જેમાં ૧૮ વર્ષથી ઉપરના વયજુથ શ્રેણીમાં ૯૫ સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ તથા બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા અનેકગણી વધારી દીધી. જેમાં માન.કમિશ્નરશ્રી તથા નાયબ કમિશ્નરશ્રી દ્વારા પણ ભાગ લેવામાં આવેલ. આ કાર્યક્રમમાં ૧૮ વર્ષથી નીચેના વયજુથ શ્રેણીમાં પ્રથમ સ્થાન પર જૈનીલ પટેલ, દ્વિતીય સ્થાન પર રીયા કાથરાની, તૃતીય સ્થાન પર શિવાંક ઠોરિયા તથા ૧૮ વર્ષથી ઉપરના વયજુથ શ્રેણીમાં પ્રથમ સ્થાન પર કિશનભાઈ ભુવા, દ્વિતીય સ્થાન પર અનિલભાઈ કૈલા, તૃતીય સ્થાન પર જયદીપ સોલંકી આવેલ છે. કાર્યક્રમના અંતમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા બંને શ્રેમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને રૂ. ૨૫૦૦/-, દ્વિતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ. ૧૫૦૦/- તથા તૃતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ. ૧૦૦૦/- આપવામાં આવેલ. આ ઉપરાંત દરેક પ્રતિસ્પર્ધીને પ્રમાણપત્ર આપવામાં આવેલ.

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ છે. તેથી તમામ મોરબીવાસીઓ મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!