GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ:ચોમાસામાં પાવાગઢનો ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો,પ્રવાસીઓએ મન મૂકીને આનંદ માણ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૭.૨૦૨૪

 

દક્ષિણ પંચમહાલમાં ચોમાસુ જામતા સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગર ને સોળે કળાએ ખીલવી દીધો છે.માચી સુધીના ડુંગર ઉપર વાદળો ઉતરી આવતા અહીં વરસતા વરસાદ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લૂંટવા યાત્રાળુઓ ની સાથે સાથે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. વહેલી સવારે વરસેલા વરસાદ બાદ ડુંગર ઉપર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યોમાં પ્રવાસીઓ મન મુકીને ભીંજાતા જોવા મળ્યા હતા.રાજ્ય ના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ પંચમહાલ ના ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા ના વિસ્તારો માં ચોમાસુ સક્રિય બનતા જ આ સમગ્ર વિસ્તારે જાને લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસી રહ્યો છે. શહેરી દૂષિત વાતાવરણ થી થાકેલા અને કંટાળેલા અને શાંતિ ની શોધમાં ભટકાતા અનેક પ્રકૃતિ ને નજીક થી માણવા ની ઈચ્છા ધરાવતા અને શહેરીજનો માટે આ વિસ્તાર જાને સ્વર્ગ સમાન બન્યો છે.છેલ્લા બે દિવસ થી સમયાંતરે વરસી રહેલા વરસાદ ને પગલે પાવાગઢ ડુંગર ઉપર વાદળો ની ફૌજ ઉતરી આવતા ડુંગર ઉપર ઝીરો વિઝીબિલિટી જેવી સ્થિતિ ઉભી થઇ છે. અનેક લોકો આ વરસાદી વાદળો ની ફૌજ અને અહીં ની પ્રાકૃતિક સુંદતા ને માણવા પાવાગઢ પહોંચે છે.ગત રોજ આ ત્રણ તાલુકાઓ માં એક ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હતો અને રાત્રે પણ વરસાદ નોંધાયો છે, આજે સવારે પણ વિસ્તાર માં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.એટલે આ સમગ્ર વિસ્તાર પ્રવાસીઓ ને આકર્ષી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!