GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ પાસે કારખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: ૭ ઈસમો પકડાયા

 

TANKARA:ટંકારાના લજાઈ પાસે કારખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: ૭ ઈસમો પકડાયા

 

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ ‘રાઘવ પોલીમર્સ’ કારખાનામાં ચાલી રહેલા જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડી ૭ ઈસમોને રોકડા રૂ. ૨,૨૩,૨૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૨,૯૩,૨૦૦ના સાહિત્ય સાથે ઝડપી લીધા છે.

શ્રાવણી તહેવારો દરમિયાન જુગાર અને દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાની સૂચનાથી ટંકારા પી.આઈ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.એન. સગારકા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

દરમિયાન બાતમી મળી હતી કે, મોરબીના રવાપર રોડ પર રહેતો મીતેશ દિનેશભાઈ પટેલ લજાઈ સબ સ્ટેશન વાળા રસ્તે, પવનસુત ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ પોતાના ‘રાઘવ પોલીમર્સ’ કારખાનાની ઓફિસ પરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને તીન પત્તીનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા જુગાર રમતા ૭ શખ્સો રંગેહાથ પકડાઈ ગયા હતા.

જપ્ત કરાયેલ મુદ્દામાલ: રોકડ રકમ: ₹૨,૨૩,૨૦૦/- મોબાઈલ ફોન (નંગ ૭): ₹૭૦,૦૦૦/- ગંજીપત્તાના પાના (૫૨) કુલ મુદ્દામાલ: ₹૨,૯૩,૨૦૦/-

પકડાયેલા આરોપીઓ: ૧. મીતેશ દિનેશભાઈ અધારા (ઉં.વ. ૨૭, રહે. શિવાલય હાઈટ્સ, રવાપર રોડ, મોરબી) ૨. ગૌરવભાઈ નથુભાઈ વરમોરા (ઉં.વ. ૩૧, રહે. નવા પ્લોટ, શક્ત શનાળા, મોરબી) ૩. દિવ્યેશભાઈ ઈશ્વરભાઈ પાડલીયા (ઉં.વ. ૩૨, રહે. નવા પ્લોટ, શક્ત શનાળા, મોરબી) ૪. વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા (ઉં.વ. ૩૦, રહે. લોટસ એપાર્ટમેન્ટ, શક્તિ ટાઉનશિપ, રવાપર) ૫. રવીકુમાર અમૃતલાલ વાઘડીયા (ઉં.વ. ૩૦, રહે. રાજપર, મોરબી) ૬. વિપુલભાઈ ખીમજીભાઈ અમૃતીયા (ઉં.વ. ૪૦, રહે. જેતપર, ટંકારા) ૭. ભાવેશભાઈ મનજીભાઈ જગોદરા (ઉં.વ. ૩૬, રહે. યોગેશ્વર એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી) પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!