GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ભગવતી પાર્કમાં પોલીસે જુગારધામ પર પાડ્યો દરોડો: ૯ મહિલાઓ સહિત ૧૦ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના ભગવતી પાર્કમાં પોલીસે જુગારધામ પર પાડ્યો દરોડો: ૯ મહિલાઓ સહિત ૧૦ શખ્સો ઝડપાયા

 

 

મોરબી શહેરમાં આવેલ નાની વાવડી વિસ્તારમાં પોલીસે જુગાર રમી રહેલી મહિલાઓ અને પુરુષ સામે લાલ આંખ કરી છે. સમજુબા સ્કૂલની પાછળ આવેલ ભગવતી પાર્કમાં તીન પત્તીનો જુગાર રમી રહેલા ૯ મહિલાઓ અને ૧ પુરુષ મળી કુલ ૧૦ ઇસમોને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન નાની વાવડી સ્થિત ભગવતી પાર્કમાં સમજુબા સ્કૂલની પાછળ કેટલાક લોકો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા ૧૦ આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૧૫,૩૦૦/- ની રોકડ રકમ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:૧. મેઘાબેન વિમલભાઈ રણપરીયા (રહે. ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી) ૨. પુજાબેન લાભુભાઈ ઠાકોર (રહે. ભગવતી પાર્ક, નાની વાવડી, મોરબી) ૩. ક્રિષ્નાબેન હરેશભાઈ અગ્રાવત (રહે. સરદાર નગર-૨, રવાપર, મોરબી) ૪. વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત (રહે. સરદાર નગર-૨, રવાપર, મોરબી) ૫. મંજુલાબેન મંગળગીરી ગૌસ્વામી (રહે. શ્રી હરી પાર્ક, વાવડી, મોરબી) ૬. સમાબેન સફીભાઈ મેમણ (રહે. બાવરીયા પીરની દરગાહ પાસે, વાવડી રોડ, મોરબી) ૭. ઉષાબેન અશ્વીનભાઈ સંપટ (રહે. જની શેરી, દરબારગઢ પાસે, મોરબી) ૮. મમતાબેન અરવિંદભાઈ વટગામા (રહે. સમજુબા સ્કુલ પાછળ, વાવડી રોડ, મોરબી) ૯. સરસ્વતીબેન ઉર્ફે શિલ્પાબેન વિપુલભાઈ (રહે. શ્યામ પાર્ક, પંચાસર રોડ, મોરબી) ૧૦. દક્ષાબેન અમૃતભાઈ ઠોરીયા (રહે. રૂષીકેશ એપાર્ટમેન્ટ, રવાપર-ધૂનડા રોડ, મોરબી) પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!