MORBI:મોરબી જીલ્લાના તમામ ગ્રામ્ય રૂટો તાત્કાલિક ચાલુ કરવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત
MORBI:મોરબી જીલ્લાના તમામ ગ્રામ્ય રૂટો તાત્કાલિક ચાલુ કરવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત
મોરબી ડેપોમાં ડ્રાઈવર અને કંડકટરની ઘર હોવાથી ગ્રામ્ય રૂટ અનિયમિત થઇ ગયા છે જેથી ભરતી કરી ગ્રામ્ય રૂટ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી છે
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી ડેપોમાં ઘણા સમયથી ડ્રાઈવર અને કંડકટરની ઘટ જોવા મળે છે જેથી જીલ્લાના ગામડાઓમાં એસટી બસના રૂટ અનિયમિત થઇ ગયા છે ગ્રામ્ય પંથકમાં બસ સમયસર ના મળતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સમયસર શાળા કોલેજ કે પોતાના કામકાજ ના સ્થળે પહોંચી સકતા નથી જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે જેથી ડેપોમાં ડ્રાઈવર અને કંડકટર ફાળવી આપવા અને ગ્રામ્ય રૂટની બસો નિયમિત ચલાવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે