MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શનાળાથી રવાપર-ઘુનડા રોડ વચ્ચે દબાણો દૂર કરાયા!

MORBI:મોરબીના શનાળાથી રવાપર-ઘુનડા રોડ વચ્ચે દબાણો દૂર કરાયા!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીનાં શનાળા થી રવાપર- ઘુનડા રોડ વચ્ચે આજે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને અનેક દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. સાથે સાથે ગેરકાયદે લાગેલા બેનરોને પણ હટાવવામાં આવ્યા હતા.


આ બાબતે માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત) નાં નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યેશભાઈ બાવરવાના જણાવ્યા મુજબ મોરબીનાં શનાળા ગામથી રવાપર- ઘુનડા જતા ત્રણ કીલોમીટર નાં રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ રોડ હમણાં જ માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. જેથી રોડ ઉપર નડતરરૂપ દુકાનોના ઓટલા અને એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ જેવા ૧૫ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે ૪૫ જેટલા બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!