MORBI:મોરબી: જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ પર મહાનગરપાલિકા દ્વારા RCC પેચવર્ક કામગીરી પૂર્ણ, ચેરમેન ભાવિનભાઈ ઘેલાણીએ આપેલું વચન નિભાવ્યું




MORBI:મોરબી: જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ પર મહાનગરપાલિકા દ્વારા RCC પેચવર્ક કામગીરી પૂર્ણ, ચેરમેન ભાવિનભાઈ ઘેલાણીએ આપેલું વચન નિભાવ્યું

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ‘સર્વ હિન્દુ સંગઠન-મોરબી’ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓ અને નગરજનોને કોઈ તકલીફ ન પડે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને RCC પેચવર્ક કરાવવામાં આવ્યું છે.

જન્માષ્ટમી શોભાયાત્રાના પૂર્વ આયોજન અર્થે યોજાયેલી બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના માર્કેટ સમિતિ ચેરમેન ભાવિનભાઈ ઘેલાણીએ સર્વ હિન્દુ સંગઠનના આગેવાનોને શોભાયાત્રાના રૂટનું સમારકામ કરાવવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનને સાર્થક કરતા ભાવિનભાઈ ઘેલાણીના ખાસ પ્રયત્નોથી જડેશ્વર મહાદેવ મંદિરથી લઈને દરબારગઢ અને નગર દરવાજા ચોક સુધીના સમગ્ર રૂટ પર RCC પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી છે.
પદાધિકારીઓના સંકલનથી પ્રશ્નનું નિરાકરણ
આ સમગ્ર સરાહનીય કામગીરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા તથા મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમિષભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સાથે યોગ્ય સંકલન સાધીને પાલિકાના પદાધિકારીઓના હકારાત્મક વલણથી આ રસ્તાના પ્રશ્નનું કાયમી અને ઝડપી નિરાકરણ લાવવામાં આવ્યું છે.

શોભાયાત્રાના રૂટનું સમારકામ સમયસર પૂર્ણ થતાં સર્વ હિન્દુ સંગઠનના આગેવાનો અને મોરબીના ધર્મપ્રેમી જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



