MORBI:મોરબી સીટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
MORBI:મોરબી સીટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
મોરબી સીટી મામલતદાર કચેરીમાં કાર્યરત તલાટી મંત્રી રૂપિયા ચાર હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ જતા એસીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વકીલ હોય જેઓ રેવન્યુ સંબંધિત કામ કરતા હોય અને ફરિયાદીના અસ્લીના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારીને અરજી કરી હતી જે અરજીમાં આરોપી સીટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે રૂપિયા ૪૦૦૦ ની લાંચ માંગી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હતા જેથી એસીબીનો સંપર્ક કર્યો થો અને ફરિયાદના આધારે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં સીટી મામલતદાર કચેરી ખાતે તલાટી મંત્રીની ઓફિસમાં રૂપિયા ચાર હજારની લાંચ લેતા આરોપી જયદીપસિંહ જાડેજા રંગેહાથ ઝડપાઈ ગયો હતો જેની પાસેથી એસીબી ટીમે લાંચની રકમ રૂ ૪૦૦૦ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જે કામગીરીમાં રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ એમ લાલીવાલાની ટીમે સફળ ટ્રેપ ગોઠવી આરોપી તલાટીને ઝડપી લીધો હતો