GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી, જનજીવન પ્રભાવિત

 

MORBI:મોરબીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી, જનજીવન પ્રભાવિત

 

મોરબી જિલ્લામાં ગત રાત્રિથી જ મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. વહેલી સવારથી ધીમી ધારે હળવો વરસાદ ચાલુ રહ્યા બાદ બપોરના સમયે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરે ૧૨ થી ૨ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવીને મોરબી શહેરમાં મુસળધાર અઢી ઇંચ વરસાદ ખાબકાવી દીધો હતો.

 

તાલુકાવાર વરસાદના આંકડા (MM માં) બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીનો વરસાદ: – મોરબી: ૬૩ mm (આશરે ૨.૫ ઇંચ) – વાંકાનેર: ૨૬ mm (આશરે ૧ ઇંચ) – માળિયા: ૧૩ mm – ટંકારા: ૦૫ mm – હળવદ: ૦૪ mm

સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધીનો કુલ વરસાદ: – મોરબી: ૭૮ mm (આશરે ૩ ઇંચથી વધુ) – વાંકાનેર: ૩૭ mm – માળિયા: ૩૭ mm – હળવદ: ૨૩ mm – ટંકારા: ૧૩ mm

એકસાથે ખાબકેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા અને મોટાભાગના મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ઓસરવાનો પૂરતો સમય ન મળતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી હતી. મોરબી ઉપરાંત વાંકાનેરમાં પણ બપોરે બે કલાક દરમિયાન એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ સરકારી ચોપડે ચોપડે નોંધાયો છે.

Back to top button
error: Content is protected !!