GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા લોકમેળામાં ૧૭ સ્ટાફને ટ્રેનિંગ આપી સેફ્ટી ચેકિંગ સઘન કરાયું

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા લોકમેળામાં ૧૭ સ્ટાફને ટ્રેનિંગ આપી સેફ્ટી ચેકિંગ સઘન કરાયું

 

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરીજનોની સુરક્ષા અને અગ્નિશમન પ્રિવેન્શનના ભાગરૂપે તાજેતરમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચીફ ફાયર ઓફિસર દ્વારા મળતી માહિતી મુજબ, તા. ૨૬/૦૮/૨૦૨૬ થી ૦૧/૦૯/૨૦૨૬ દરમિયાન મોરબીના ૦૧ લોકમેળામાં ૧૭ સ્ટાફ મિત્રોને ફાયર પ્રિવેન્શન અંગે ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં ફાયર સેફ્ટી વધુ મજબૂત કરવાના હેતુથી વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સીસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન જેમાં અપૂર્તતા જણાતી બિલ્ડીંગોને નોટીસ આપીને જરૂરી સૂચનો અને ગાઇડલાઇન પૂરી પાડવામાં આવી હતી.

અન્ય મહત્વપૂર્ણ કામગીરી:અરજીઓની પ્રક્રિયા: ૦૩ ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) અને ૦૨ હંગામી ફાયર સેફટી સર્ટિફિકેટની અરજીઓ મળતા આગળની પ્રક્રિયા અર્થે RFO કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે.

ઇમરજન્સી કામગીરી: આ સમયગાળા દરમિયાન મોરબીમાં બનેલા ૦૨ ફાયર કોલ અને ૦૧ રેસ્ક્યુ કોલ (OP) પર ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચીને સફળતાપૂર્વક કામગીરી કરી હતી.

આ સમગ્ર ટ્રેનિંગ અને પ્રિવેન્શન ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી વિશે જાગ્રત કરવા, ઉપકરણોનો સાચો ઉપયોગ શીખવવો અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં જાન-માલનું નુકસાન અટકાવવાનો છે.

ઇમરજન્સી હેલ્પલાઇન નંબર:કોઈ પણ અકસ્માત કે આપાતકાલીન સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો સંપર્ક કરવા માટે (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર કોલ કરવો.

Back to top button
error: Content is protected !!