GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની વીરનગરની શાળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો 

MORBI:મોરબી જિલ્લાની વીરનગરની શાળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

 

 

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વીરનગરની પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

દાતાના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. શાળામાં સો ટકા હાજર રહેનાર,જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતી, આંગણવાડી અને ધોરણ એકમાં બાળકોને વાંજતે ગાજતે પ્રવેશ અપાયો હતો.

આ તકે ગામના અગ્રણીઓ, આંગણવાડીના બહેનો, શાળાના શિક્ષકો, આચાર્યો, દાતાઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!