Halvad:હળવદના નવા ઘનશ્યામ ગઢ ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા
Halvad:હળવદના નવા ઘનશ્યામ ગઢ ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા
હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત આરોપીઓને રોકડ રકમ રૂા.૨,૩૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમીના આધારે નવા ઘનશ્યામગઢ ગામે વિનોદભાઇ ચંદુભાઇ પટેલના ઘર પાસે જુગાર અંગે રેઇડ કરી સાત ઇસમો બાલુભાઇ ગોરધનભાઈ સુરાણી રહે. નવા ઘનશ્યામગઢ ગામ, તા.હળવદ, જયેશભાઇ ભુદરભાઈ ગોપાણી રહે. મહેન્દ્રનગર મોરબી, વિનોદભાઇ ચંદુભાઇ એરવાડીયા રહે. નવા ધનશ્યામગઢ ગામ, તા. હળવદ, વિપુલભાઇ કાળુભાઇ ઝીંઝુવાડીયા રહે. ટીકર ગામ, તા. હળવદ, રજનીકાંત ગુણવંતરાય નિમાવત રહે. ઇંગોરાળા ગામ, તા.હળવદ, યોગરાજસિંહ ધીરૂભા ઝાલા રહે. શ્રીજીદર્શન સોસાયટી, હળવદ તા.હળવદ, યુવરાજસિંહ નટુભા ચુડાસમા રહે. પુનીતનગર ધ્રાંગધ્રા તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ. .૨,૩૦,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.